ચાંદખેડા વિસ્તારની એસએમએસ હોસ્પિટલ મેડિકલ સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
- એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના રૂમમાં જિંદગી ટૂંકાવી અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) આજે વધુ એક મેડિકલ સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો.એમ.કે.શાહ મેડિકલ કોલેજની બોયઝ હો
ચાંદખેડા વિસ્તારની એસએમએસ હોસ્પિટલ મેડિકલ સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી


- એમ.કે. શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના રૂમમાં જિંદગી ટૂંકાવી

અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) આજે વધુ એક મેડિકલ સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો.એમ.કે.શાહ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા 26 વર્ષીય વિદ્યાર્થી દ્વારા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવામાં આવી છે.

રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલના તેના સાથી મિત્રને જાણ થઈ હતી. રૂમમાં સીલીંગ ફેન પર દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મૂળ જામનગરનો રહેવાસી અને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસએમએસ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી ડો. એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ચિંતન પરમાર નામના 26 વર્ષીય યુવકે શનિવારે મોડી રાત્રે અથવા રવિવારે વહેલી સવારે બોયઝ હોસ્ટેલમાં પોતાના રૂમમાં સીલીંગ ફેન પર નાયલોનની દોરી વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ચિંતનનો સાથી મિત્ર પાર્થ જ્યારે આવ્યો ત્યારે તેને જાણ થઈ હતી કે,તેણે ગળેફાંસો ખાધો છે જેથી તેને તાત્કાલિક હોસ્ટેલના વોર્ડનને જાણ કરી હતી તેઓ દોડી આવ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

એસએમએસ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં તેને દાખલ કરી અને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તે બચી શક્યો નહોતો જેથી એક કલાકમાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બાબતે ચાંદખેડા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. યુવકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી હતી તેઓ પણ અમદાવાદ આવી ગયા હતા. ચાંદખેડા પોલીસે અકસ્માત નોંધી આપઘાત કર્યો તે અંગેની તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande