હવે ગરમી ‘ડિગ્રી’ બતાવશે 48 કલાક પછી ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાશે ગરમ અને ભેજવાળી હવા
- ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી - ડીસા સૌથી ગરમ, 4થી 6 માર્ચ લોકો માટે ભારે અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને બદલે હવે ધીરે ધીરે આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે. સામાન્ય રીતે
હવે ગરમી ડિગ્રી બતાવશે 48 કલાક પછી ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાશે ગરમ અને ભેજવાળી હવા


- ત્રણ દિવસમાં 5 ડિગ્રી વધવાની આગાહી

- ડીસા સૌથી ગરમ, 4થી 6 માર્ચ લોકો માટે ભારે

અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને બદલે હવે ધીરે ધીરે આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે. સામાન્ય રીતે સવારે અને રાતે ઠંડક લાગે છે પરંતુ બપોરે તો તાપમાન વધવાને કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ એટલે કે આઠમી માર્ચ સુધીમાં હવામાનમાં બદલાવ આવશે કે તાપમાનમાં વધારો થશે.

રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાની અસર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સામાન્ય રીતે માર્ચના પહેલા અઠવાડિયામાં તાપમાનમાં ધીમે-ધીમે વધારો જોવા મળે છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો નોંધાઈ શકે છે, જેના કારણે રાજ્યવાસીઓને ઉકળાટ અને ડિસ્કમ્ફર્ટનો અનુભવ કરવો પડી શકે છે.

તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ છે.

માર્ચ મહિનાની શરૂઆતમાં જ સામાન્યથી વધુ તાપમાન નોંધાતા ઉનાળાની તીવ્રતા વહેલી શરૂ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના ડીસામાં રાજ્યનું સૌથી વધુ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે દર્શાવે છે કે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ છે.

ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડીસામાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 17 ડિગ્રી સેલ્સિયસ હતું. આ સાથે હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને નજીકના ગુજરાત કિનારા પર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત છે. આ સાથે કોમોરિયન વિસ્તાર અને પડોશ પર સાયક્લોનિક સરક્યુલેશનથી વિદર્ભ સુધીના આંતરિક તમિલનાડુ, આંતરિક કર્ણાટક અને મરાઠવાડામાં સરેરાશ સમુદ્ર સપાટીથી ટ્રફમાં ઘટાડો થયો છે.

આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો નોંધાયો છે. ત્યારબાદ ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થશે. ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. આ સાથે ગરમ અને ભેજવાળી હવાની આગાહી કરતા દિવસ-3થી દિવસ પાંચ સુધી એટલે કે, 4થી છ માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની સંભાવના છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande