અમેરિકાએ, ઈરાની ક્રૂડ ઓઈલની ખરીદી અને વેચાણ પર 30 દિવસની છૂટ આપી
નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાની તેલની ખરીદી પર પ્રતિબંધો પર 30 દિવસની છૂટ આપી છે. આ છૂટ ફક્ત સમુદ્રમાં ઈરાની તેલ ટેન્કરોની ખરીદી માટે છે, જે વૈશ્વિક ઉર્જા પુરવઠો વધારવા અને ભાવ દબાણ ઘટા
ક્રૂડ ઓઈલ લોગો


નવી દિલ્હી, 21 માર્ચ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાની તેલની ખરીદી પર પ્રતિબંધો પર 30 દિવસની છૂટ આપી છે. આ છૂટ ફક્ત સમુદ્રમાં ઈરાની તેલ ટેન્કરોની ખરીદી માટે છે, જે વૈશ્વિક ઉર્જા પુરવઠો વધારવા અને ભાવ દબાણ ઘટાડવાના પ્રયાસમાં છે. ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પછી કાચા તેલના ભાવમાં વધારો થયો છે.

અમેરિકી ટ્રેઝરી મિનિસ્ટર સ્કોટ બેસન્ટે આ જાહેરાત કરી હતી. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની વેબસાઇટ અનુસાર, આ કામચલાઉ છૂટ 20 માર્ચથી 19 એપ્રિલ સુધીના સમયગાળા માટે છે. આ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલનો પુરવઠો વધારવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે છે. ઈરાન સાથે ચાલી રહેલા યુએસ-ઈઝરાયલ યુદ્ધને કારણે, ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 110 ડોલરને વટાવી ગયા છે.

એ નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું તે પહેલાં, કિંમતો 70 ડોલરની આસપાસ હતી. એક નિવેદનમાં સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે, હાલના વૈશ્વિક ક્રૂડ ઓઇલ સપ્લાયને અસ્થાયી રૂપે અનલૉક કરવાથી વૈશ્વિક બજારમાં આશરે 14 કરોડ બેરલ તેલ રિલીઝ થઈ શકશે. આનાથી વિશ્વભરમાં ઊર્જા ઉપલબ્ધતામાં વધારો થશે અને કામચલાઉ પુરવઠા દબાણને ઓછું કરવામાં મદદ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande