ઈરાની સૈન્ય એ અમેરિકાને પડકાર કર્યો કે, -જો પાવર પ્લાન્ટ પર હુમલો કરવામાં આવશે, તો મધ્ય પૂર્વમાં ઉર્જા અને જળશોધન માળખાને નિશાન બનાવવામાં આવશ
તેહરાન, નવી દિલ્હી,22 માર્ચ (હિ.સ.) ઈરાની સૈન્યએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર આપ્યો છે. સૈન્યએ જણાવ્યું છે કે,” જો અમેરિકા દેશના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, તો તે મધ્ય પૂર્વમાં ઉર્જા અને જળશોધન
ઈરાન


તેહરાન, નવી દિલ્હી,22 માર્ચ (હિ.સ.)

ઈરાની સૈન્યએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર આપ્યો છે. સૈન્યએ

જણાવ્યું છે કે,” જો અમેરિકા દેશના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, તો તે મધ્ય

પૂર્વમાં ઉર્જા અને જળશોધન માળખાને નિશાન બનાવશે.” ઈરાની સૈન્યનું આ નિવેદન

રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધમકીના જવાબમાં આવ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે,” જો 48 કલાકમાં હોર્મુઝ

સ્ટ્રેટ ખોલવામાં નહીં આવે તો ઈરાનના પાવર પ્લાન્ટને સંપૂર્ણપણે નાશ કરી દેશે.”

ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ,”ઈરાની સૈન્યએ પછી

કહ્યું, જો અમારી પહેલાની

ચેતવણી પછી પણ દુશ્મન (અમેરિકા) ઈરાનના, બળતણ અને ઉર્જા માળખાને નુકસાન પહોંચાડે

છે, તો મધ્ય પૂર્વમાં

અમેરિકા અને તેની સાથી સરકારોની તમામ ઉર્જા, માહિતી ટેકનોલોજી અને પાણી શુદ્ધિકરણ માળખાને નિશાન

બનાવવામાં આવશે.

આ દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) ના એરોસ્પેસ

ફોર્સના કમાન્ડર બ્રિગેડિયર જનરલ સૈયદ માજિદ મૂસાવીએ જણાવ્યું હતું કે,” ઈરાની

મિસાઇલો ઇઝરાયલી આકાશ પર નિયંત્રણ ધરાવે છે.” તેમણે ઉમેર્યું કે,” ઈરાને

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને નાતાન્ઝમાં તેના પરમાણુ સુવિધા પર અમેરિકા

અને ઇઝરાયલી હુમલા વિશે જાણ કરી છે.”

આઈઆરજીસીના નેવી કમાન્ડર રીયર એડમિરલ અલીરેઝા તંગસિરીએ અમેરિકાને કડક ચેતવણી આપતા કહ્યું કે,”

જો હુમલો કરવામાં આવશે તો પર્સિયન ગલ્ફમાં, ઈરાની ટાપુઓ અમેરિકન સૈનિકો માટે

કબ્રસ્તાન બની જશે.” તંગસિરીએ કહ્યું કે,” સંયુક્ત આરબ અમીરાતના, અલ-મિન્હાદ એર

બેઝ અને કુવૈતમાં અલી અલ-સાલેમ એર બેઝ પરના બેઝનો નાશ કરવામાં આવ્યો છે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande