દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ન્યુઝીલેન્ડની વનડે ટીમમાં, કેયલી નાઈટનો પહેલો મોકો
વેલિંગ્ટન, નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.): ન્યુઝીલેન્ડની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી માટે ઝડપી બોલર કેયલી નાઈટનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ તેણીનો પહેલો મહિલા વનડેે કોલ-અપ છે. કેયલી નાઈટે, તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે 3-0 થી ટી-20
ઝડપી બોલર કેયલી નાઈટ


વેલિંગ્ટન, નવી દિલ્હી, 24 માર્ચ (હિ.સ.): ન્યુઝીલેન્ડની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામેની આગામી વનડે શ્રેણી માટે ઝડપી બોલર કેયલી નાઈટનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ તેણીનો પહેલો મહિલા વનડેે કોલ-અપ છે.

કેયલી નાઈટે, તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે 3-0 થી ટી-20 શ્રેણી જીત સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણીએ બે મેચમાં બે વિકેટ લીધી હતી. તે 2023 અંડર-19 ટી-20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હતી.

તેણીને ઘરેલુ ક્રિકેટમાં તેના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે આ તક મળી હતી. 2025/26 સુપર સ્મેશમાં નોર્ધન બ્રેવ્સ માટે રમતી વખતે, તેણીએ 10 વિકેટ લીધી હતી અને ટીમની સંયુક્ત રીતે બીજા ક્રમની સૌથી સફળ બોલર હતી. તેણીએ 50-ઓવર ફોર્મેટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણીએ હેલિબર્ટન જોનસ્ટોન શીલ્ડમાં 17 વિકેટ લઈને ટીમના પ્રથમ ટાઇટલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ બેન સોયરે નાઈટની પસંદગી પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તે તેમની પ્રથમ વનડે શ્રેણી માટે ટીમમાં એક મોટો ઉમેરો છે. તેમણે કહ્યું કે, નાઈટ પાસે સારી ગતિ અને નિયંત્રણ છે, અને તેના શોર્ટ બોલ બેટ્સમેન માટે પડકાર ઉભો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, તેણીએ સ્થાનિક ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને સાબિત કરવાની ક્ષમતા ધરાવે છે.

સુઝી બેટ્સ, ફ્લોરા ડેવોનશાયર અને જ્યોર્જિયા પ્લિમર ઈજામાંથી વાપસી કરી છે, જ્યારે એમ્મા મેકલિયોડ, પોલી ઇંગ્લિસ અને બેલા જેમ્સને બહાર કરવામાં આવ્યા છે. કેયલી નાઈટ, મોલી પેનફોલ્ડનું સ્થાન લે છે.

ન્યુઝીલેન્ડ હાલમાં ટી-20 શ્રેણી 3-1થી આગળ છે, અંતિમ મેચ 25 માર્ચે રમાશે. ત્યારબાદ ત્રણ મેચની વનડે શ્રેણી 29 માર્ચથી શરૂ થશે.

દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ ટીમ: મેલી કેર (કેપ્ટન), સુઝી બેટ્સ, ફ્લોરા ડેવોનશાયર, ઇજી ગેઝ, મેડી ગ્રીન, બ્રુક હેલિડે, બ્રી એલિંગ, જેસ કેર, કેયલી નાઈટ, રોજમેરી માયર, નેન્સી પટેલ, જ્યોર્જિયા પ્લીમર અને ઇજી શાર્પ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande