
બીજિંગ/તેહરાન, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.): પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે વાંગ યી એ, અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત કરી અને શક્ય તેટલી વહેલી તકે શાંતિ મંત્રણા ફરી શરૂ કરવા વિનંતી કરી.
ચીનના વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં, તમામ પક્ષોએ વાતચીત સાથે આગળ વધવાની દરેક તકનો લાભ લેવો જોઈએ. તેમણે ભાર મૂક્યો હતો કે, સંઘર્ષનો ઉકેલ યુદ્ધ દ્વારા નહીં, પરંતુ વાતચીત અને કુટનીતિ દ્વારા શક્ય છે.
આ વાતચીત દરમિયાન ઈરાની વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, તેમનો દેશ ફક્ત કામચલાઉ યુદ્ધવિરામ દ્વારા નહીં, પણ કાયમી ઉકેલ ઇચ્છે છે. તેમણે ચીનની માનવતાવાદી સહાય માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ વાતચીત ઈરાનની વિનંતી પર થઈ હતી, જે આ ક્ષેત્રમાં વધતા સંઘર્ષ વચ્ચે કુટનીતિ પ્રયાસોમાં વધારો દર્શાવે છે.
ચીન, ઈરાનનું મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર છે અને તેણે અગાઉ શાંતિ માટે અપીલ કરી છે. જો કે, ચીને તેની સંતુલિત રાજદ્વારી નીતિને પ્રતિબિંબિત કરીને ખાડી ક્ષેત્રમાં અમેરિકી બેઝ પરના હુમલાઓને ખુલ્લેઆમ સમર્થન આપ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ