
નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.): રાંધણ ગેસ (એલપીજી)ની અછત અંગે કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે મકર દ્વાર પર ખાલી સિલિન્ડરોના ફોટા પકડીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા નેતાઓમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ મનીષ તિવારી અને મણિકમ ટાગોર, આરજેડી સાંસદ મીસા ભારતી અને એસપી સાંસદ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય લોકોનો સમાવેશ થતો હતો. સાંસદોએ એક મોટું બેનર પકડી રાખ્યું હતું જેના પર લખ્યું હતું, ખાલી સિલિન્ડર, ખાલી વચનો. વિપક્ષના સાંસદોએ માંગ કરી હતી કે, સરકાર દેશભરમાં એલપીજીની તીવ્ર અછત વચ્ચે ગેસ પુરવઠો સામાન્ય બનાવવા માટે તાત્કાલિક પગલાં લે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ