જેરેમી કોની અને હૈડી ટિફેનનો ન્યુઝીલેન્ડ ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સમાવેશ
વેલિંગ્ટન, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.): ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેરેમી કોની અને હૈડી ટિફેનને તેના હોલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. ગયા વર્ષે ફર્સ્ટ ઈલેવન ની જાહેરાત થયા પછી આ પહેલો નવો ઉમેરો છે. જેરેમી કોનીએ, 1974 થી 1987 વચ્ચે આં
ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેરેમી કોની


વેલિંગ્ટન, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.): ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર જેરેમી કોની અને હૈડી ટિફેનને તેના હોલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. ગયા વર્ષે ફર્સ્ટ ઈલેવન ની જાહેરાત થયા પછી આ પહેલો નવો ઉમેરો છે.

જેરેમી કોનીએ, 1974 થી 1987 વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું અને 1980 ના દાયકામાં ન્યુઝીલેન્ડના સુવર્ણ યુગમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના કેપ્ટનશીપ હેઠળ, ટીમે 1985 અને 1986 માં ત્રણ ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી હતી, જેમાં ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે અને ન્યુઝીલેન્ડમાં અને ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવ્યું હતું. કોનીએ 52 ટેસ્ટ મેચોમાં 2668 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 15 અડધી સદીનો સમાવેશ થાય છે, અને 27 વિકેટ લીધી હતી. વનડે ક્રિકેટમાં, તેમણે 88 મેચોમાં 1874 રન બનાવ્યા હતા અને 54 વિકેટ લીધી હતી. નિવૃત્તિ પછી, તેઓ એક સફળ કોમેન્ટેટર અને પ્રસ્તુતકર્તા બન્યા હતા.

દરમિયાન હૈડી ટિફેનને, ન્યુઝીલેન્ડની મહાન મહિલા ક્રિકેટરોમાંની એક માનવામાં આવે છે. તેણીએ 1999માં 19 વર્ષની ઉંમરે દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ટિફેને 117 વનડેમાં 2919 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે અને 49 વિકેટ લીધી હતી. તેણીએ બે ટેસ્ટ અને નવ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. કેપ્ટન તરીકે, તેણીએ 2009ના વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. નિવૃત્તિ પછી, તેણીએ ન્યુઝીલેન્ડની મહિલા ટીમને કોચિંગ પણ આપ્યું હતું.

આ સન્માન પર આનંદ વ્યક્ત કરતા ટિફેને કહ્યું કે, તે એક મહાન સન્માન છે અને તેણીને પ્રેરણા આપનાર મહાન ખેલાડીઓમાં સામેલ થવાનો ગર્વ છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે હોલ ઓફ ફેમની સ્થાપના દરમિયાન, બર્ટ સટક્લિફ, જોન આર. રીડ, જેકી લોર્ડ, ટ્રિશ મેકકેલ્વી, ગ્લેન ટર્નર, સર રિચાર્ડ હેડલી, ડેબી હોકલે, માર્ટિન ક્રો, એમિલી ડ્રમ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેકકુલમ જેવા દિગ્ગજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

હોલ ઓફ ફેમમાં સમાવેશ થવા માટે, ખેલાડીએ ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અને ઓછામાં ઓછા પાંચ વર્ષ પહેલાં નિવૃત્તિ લીધી હોવી જોઈએ. પસંદગી ખેલાડીના પ્રદર્શન, નેતૃત્વના ગુણો અને પ્રભાવ પર આધારિત છે. કોની અને ટિફેનને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ એવોર્ડ્સ દરમિયાન ઔપચારિક રીતે સન્માનિત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande