માંડવિયા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં, દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે
રાયપુર, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.). કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, આજે છત્તીસગઢ દ્વારા દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરશે. ન
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા


રાયપુર, નવી દિલ્હી, 25 માર્ચ (હિ.સ.). કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, આજે છત્તીસગઢ દ્વારા દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરશે. નાયબ મુખ્યમંત્રી અને રમતગમત અને યુવા કલ્યાણ મંત્રી અરુણ સાઓ આ સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી તોખન સાહુ, છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડૉ. રમણ સિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉદ્ઘાટન સમારોહમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપશે.

માંડવિયા, આજે સાંજે 5:30 વાગ્યે નવી દિલ્હીથી રાયપુર પહોંચશે. તેઓ સાંજે 6 વાગ્યે સાયન્સ કોલેજ કેમ્પસમાં ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે અને રાત્રે 10 વાગ્યે નવી દિલ્હી પરત ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / ગેવેન્દ્ર પ્રસાદ પટેલ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande