
પેરિસ/બેરુત, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ.). પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં એ, લેબનાનને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, ફ્રાન્સ દરેક સ્તરે લેબનાનની સાથે રહેશે અને શક્ય તમામ સહાય પૂરી પાડતું રહેશે.
મેક્રોં એ લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન સાથે વાત કર્યા પછી આ નિવેદન આપ્યું હતું. તેમણે વર્તમાન પરિસ્થિતિને સંબોધવા માટે લેબનાન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રયાસો દેશની સાર્વભૌમત્વને મજબૂત બનાવશે.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધતા સંઘર્ષ વચ્ચે ફ્રાન્સે પણ સ્પષ્ટતા કરી હતી કે, તે વિસ્થાપિત લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવાનું ચાલુ રાખશે.
ફ્રાન્સે લેબનાન સેના અને આંતરિક સુરક્ષા દળોને સતત સમર્થન આપવાનું પણ વચન આપ્યું છે. મેક્રોં એ માહિતી આપી હતી કે, આગામી દિવસોમાં ફ્રાન્સ, સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે લેબનાન સેનાને સશસ્ત્ર વાહનો પણ પ્રદાન કરશે.
નિષ્ણાતો માને છે કે, ફ્રાન્સનો આ ટેકો પ્રાદેશિક સંતુલન જાળવવા અને લેબનાનની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ