મિયામી ઓપન 2026: સેમિફાઇનલમાં સબાલેન્કા અને રાઈબાકીના ટકરાશે
મિયામી, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ): મિયામીમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત મિયામી ઓપન 2026માં, વિશ્વની નંબર 1 આર્યના સબાલેન્કા અને વિશ્વની નંબર 2 એલેના રાઈબાકીના વચ્ચે વધુ એક હાઇ-વોલ્ટેજ મહિલા સિંગલ્સ મુકાબલો થશે. બંને ખેલાડીઓએ પોતપોતાની ક્વાર્ટરફાઇનલ મે
સબાલેન્કા અને રાઈબાકીના


મિયામી, નવી દિલ્હી, 26 માર્ચ (હિ.સ): મિયામીમાં રમાઈ રહેલા પ્રતિષ્ઠિત મિયામી ઓપન 2026માં, વિશ્વની નંબર 1 આર્યના સબાલેન્કા અને વિશ્વની નંબર 2 એલેના રાઈબાકીના વચ્ચે વધુ એક હાઇ-વોલ્ટેજ મહિલા સિંગલ્સ મુકાબલો થશે. બંને ખેલાડીઓએ પોતપોતાની ક્વાર્ટરફાઇનલ મેચ જીતીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન સબાલેન્કાએ, અમેરિકન હેલી બાપ્ટિસ્ટને 6-4, 6-4થી હરાવી. રાઈબાકીનાએ પાંચમી ક્રમાંકિત જેસિકા પેગુલાને 2-6, 6-3, 6-4થી હરાવી. ગયા વર્ષે આ જ ટુર્નામેન્ટમાં પેગુલા ફાઇનલમાં સબાલેન્કા સામે હારી ગઈ હતી.

ગુરુવારે રાત્રે હાર્ડ રોક સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બંને સ્ટાર ખેલાડીઓ ટકરાશે.

સબાલેન્કા અને રાઈબાકીના વચ્ચેની તાજેતરની મેચો અત્યંત રોમાંચક રહી છે. રાઈબાકીનાએ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલમાં સબાલેન્કાને હરાવી હતી, જે 2026માં સબાલેન્કાની એકમાત્ર હાર હતી. જોકે, સબાલેન્કાએ ઇન્ડિયન વેલ્સ ઓપન ફાઇનલ જીતીને પોતાની હારનો બદલો લીધો.

મેચ પછી સબાલેન્કાએ કહ્યું કે, રાઈબાકીના સામેની મેચ હંમેશા મુશ્કેલ અને રોમાંચક હોય છે, અને તે આ મુકાબલા માટે ખૂબ જ ઉત્સાહિત છે. સબાલેન્કા હવે સનશાઇન ડબલ (ઇન્ડિયન વેલ્સ અને મિયામી ઓપન જીતવી) હાંસલ કરવાથી માત્ર બે જીત દૂર છે.

ક્વાર્ટર ફાઇનલમાં, સબાલેન્કાએ બૈપટીસ્ટ તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણીએ નિર્ણાયક ક્ષણોમાં દબાણનો સામનો કર્યો અને જીતી ગઈ.

બીજી બાજુ, રાઈબાકીનાએ પેગુલા સામે નબળી શરૂઆત બાદ નોંધપાત્ર વાપસી કરી. પહેલો સેટ હાર્યા બાદ, તેણીએ પોતાનો વેગ પાછો મેળવ્યો અને સતત પાંચમી વખત પેગુલાને હરાવ્યો.

લેહેકાનો મેન્સ સિંગલ્સમાં વિજય

પુરુષ સિંગલ્સ કેટેગરીમાં, ચેક રિપબ્લિકના જીરી લેહેકાએ સ્પેનિશ ક્વોલિફાયર માર્ટિન લેન્ડાલુસેને 7-6 (7/1), 7-5 થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.

લેહેકાનો વિજય સરળ નહોતો, કારણ કે લેન્ડાલુસે એ પહેલા સેટમાં બધા બ્રેક પોઇન્ટ બચાવ્યા હતા. જોકે, લેહેકાએ ટાઇબ્રેકમાં પ્રભુત્વ મેળવ્યું અને બીજા સેટની અંતિમ ગેમમાં બ્રેક મેળવીને મેચ જીતી લીધી.

લેહેકાનો સામનો હવે યુનાઇટેડ સ્ટેટ્સના ટોમી પોલ અને ફ્રાન્સના આર્થર ફિલ્સ વચ્ચેની મેચના વિજેતા સામે થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande