ધુરંધર 2 નું બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ચાલુ
નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2: ધ રીવેન્જ, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રિલીઝના પહેલા દિવસથી લઈને આઠમા દિવસ સુધી, ફિલ્મે તેની મજબૂત પકડ જાળવી રાખી છે. એક અઠવાડિયામાં ₹600 કરોડનો આંકડો પાર કર્યા પછી, ત
બોલીવુડ અભિનેતા રણવીર સિંહ-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) બોલીવુડ અભિનેતા રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2: ધ રીવેન્જ, બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રિલીઝના પહેલા દિવસથી લઈને આઠમા દિવસ સુધી, ફિલ્મે તેની મજબૂત પકડ જાળવી રાખી છે. એક અઠવાડિયામાં ₹600 કરોડનો આંકડો પાર કર્યા પછી, તે હવે વિશ્વભરમાં નવા રેકોર્ડ બનાવી રહી છે.

ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે રિલીઝના આઠમા દિવસે ₹49.70 કરોડની કમાણી કરી હતી. પેઇડ પ્રીવ્યૂ શોમાંથી ₹43 કરોડ સહિત, ધુરંધર 2 નું કુલ સ્થાનિક કલેક્શન ₹624.47 કરોડ પર પહોંચી ગયું છે. વિશ્વભરમાં, ફિલ્મે ₹ 1,067.24 કરોડની કમાણી કરી છે, જે પઠાણ ના ₹ 1,050.3 કરોડના રેકોર્ડને વટાવી ગઈ છે.

આ દરમિયાન, પવન કલ્યાણની ઉસ્તાદ ભગત સિંહ આ સ્પર્ધામાં પાછળ રહી ગઈ હોય તેવું લાગે છે. ફિલ્મે આઠમા દિવસે માત્ર ₹ 1.02 કરોડની કમાણી કરી હતી, જેના કારણે તેનું કુલ કલેક્શન ₹ 66.97 કરોડ થયું હતું. ફિલ્મ જે ગતિએ આગળ વધી રહી છે, તે જોતાં તેનું ભવિષ્ય પડકારજનક માનવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande