મિયામી ઓપન 2026: યાનિક સિનરે જ્વેરેવને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો, હવે લેહેકાનો સામનો કરશે
મિયામી, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ): વિશ્વના બીજા ક્રમાંકિત ઇટાલીના યાનિક સિનરે, મિયામી ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કર્યું, જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો મુકાબલો ચેક રિપબ્લિકના જીરી લેહેકા સાથે થશે. 24 વર્ષ
ઇટાલીના ટેનીસ ખેલાડી યાનિક સિનર


મિયામી, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ): વિશ્વના બીજા ક્રમાંકિત ઇટાલીના યાનિક સિનરે, મિયામી ઓપન 2026માં શાનદાર પ્રદર્શન કર્યું, જર્મનીના એલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે તેનો મુકાબલો ચેક રિપબ્લિકના જીરી લેહેકા સાથે થશે.

24 વર્ષીય સિનરે, સેમિફાઇનલમાં જ્વેરેવને 6-3, 7-6 (7/4) થી હરાવ્યો. આ જ્વેરેવ સામે તેની સતત સાતમી જીત હતી. આ સાથે, માસ્ટર્સ 1000 સ્તર પર સિનરનો રેકોર્ડ સતત સેટ જીતવાની સંખ્યા 32 પર પહોંચી ગઈ.

વિમ્બલડન ચેમ્પિયન સિનરે અગાઉ ઇન્ડિયન વેલ્સ સેમિફાઇનલમાં જ્વેરેવને હરાવ્યો હતો અને હવે તે ત્રણ વર્ષમાં તેનો બીજો મિયામી ઓપન ટાઇટલ જીતવાની નજીક છે. તે 2017 માં રોજર ફેડરર પછી સનશાઇન ડબલ (ઇન્ડિયન વેલ્સ અને મિયામી બંને જીતવા) હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બનવાનું લક્ષ્ય ધરાવે છે.

બીજી તરફ 21 મા ક્રમાંકિત લેહેકાએ, ફ્રાન્સના આર્થર ફિલ્સને એકતરફી મેચમાં 6-2, 6-2 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. લેહેકાએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ સેટ ગુમાવ્યો નથી અને આ તેની પહેલી એટીપી માસ્ટર્સ 1000 ફાઇનલ હશે.

જોકે સિનર સામે, લેહેકાનો રેકોર્ડ નબળો છે. સિનર અત્યાર સુધી બંને વચ્ચે રમાયેલી ત્રણેય મેચ જીતી ચુક્યા છે, જ્યારે લેહેકાએ એક પણ સેટ જીત્યો નથી.

વિશ્વ નંબર 1 આર્યના સબાલેન્કા પણ, મહિલા વર્ગમાં સનશાઇન ડબલ પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તે ફાઇનલમાં અમેરિકન કોકો ગૌફ સામે પોતાનું ટાઇટલ બચાવશે.

લેહેકાએ મેચ પછી કહ્યું કે, તે તેના પ્રદર્શનથી ખૂબ જ ખુશ છે અને સમગ્ર સિઝન દરમિયાન તેની મહેનતના પરિણામો હવે દેખાઈ રહ્યા છે. તે પોતાની કારકિર્દીના ત્રીજા એટીપી ટાઇટલની શોધમાં છે.

આ ફાઇનલ રોમાંચક મુકાબલો થવાની અપેક્ષા છે, જેમાં અનુભવી અને ફોર્મમાં રહેલા સિનરનો મુકાબલો, યુવાન અને આત્મવિશ્વાસુ લેહેકા સામે થશે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande