કોંગ્રેસની નીતિઓએ રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું છે: અમિત શાહ
સોણીતપુર (આસામ), નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). આસામની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, રવિવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોણીતપુરમાં એક જાહેર સભા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પાર્ટીએ ઐતિહાસિક રીતે ત
સોણીતપુરમાં એક જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહ


સોણીતપુર (આસામ), નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.). આસામની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે, રવિવારે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોણીતપુરમાં એક જાહેર સભા દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પાર્ટીએ ઐતિહાસિક રીતે તેની નીતિઓ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું છે અને હવે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા સુધારાત્મક પગલાંનો વિરોધ કરી રહી છે.

સભાને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રીએ દાવો કર્યો કે, કોંગ્રેસ સરકારે આસામમાં ઘૂસણખોરીને પ્રોત્સાહન આપવા માટે ગેરકાયદેસર સ્થળાંતર (ટ્રિબ્યુનલ દ્વારા નિર્ધારણ) અધિનિયમ (આઈએમડીટી) લાગુ કર્યો હતો. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને ઓળખવા અને તેમને દેશનિકાલ કરવાના કેન્દ્ર સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે, આ મુદ્દો હંમેશા સરકાર માટે પ્રાથમિકતા રહ્યો છે.

દેશભરમાં ચાલી રહેલા ખાસ સઘન સમીક્ષા (એસઆઈઆર) અભિયાનનો ઉલ્લેખ કરતા, તેમણે ટોચના કોંગ્રેસ નેતૃત્વ પર આ પ્રક્રિયાનો વિરોધ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આવા વિરોધ ગેરકાયદેસર સ્થળાંતરના મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના વલણ વિશે ઘણા પ્રશ્નો ઉભા કરે છે.

આસામ કોંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈ પર નિશાન સાધતા અમિત શાહે તેમને રાજ્યના લોકો સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કરવા પડકાર ફેંક્યો. તેમણે કહ્યું, જો ગૌરવ ગોગોઈ અહીં આવે છે, તો તેમને પૂછો કે તેઓ એસઆઈઆર નો વિરોધ કેમ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ ઘુસણખોરોની સાથે ઉભા છે કે તેમની વિરુદ્ધ.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના આસામ પ્રવાસની શરૂઆતમાં શનિવારે સાંજે ગૌહાટીમાં એક ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું, જેમાં લાખો લોકો હાજર રહ્યા હતા. શાહ આજે નલબાડી સહિત અન્ય ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.

હિન્દુસ્થાન સમાચાર / અરવિંદ રાય / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande