
નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ, ગુરુવારે દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના નિધન પર શોક વ્યક્ત કર્યો અને એક શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા. ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઇ ની 28 ફેબ્રુઆરીના રોજ તેમના તેહરાન નિવાસસ્થાને અમેરિકી-ઇઝરાયલી સંયુક્ત હુમલામાં હત્યા કરવામાં આવી હતી. વિદેશ સચિવે ભારતમાં ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલી સાથે મુલાકાત કરી અને ભારત સરકાર વતી શોક વ્યક્ત કર્યો. આ ઘટનાના ફોટા વિદેશ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, ઈરાની દૂતાવાસે આજે તેના સુપ્રીમ લીડરના નિધન પર શોક વ્યક્ત કરવા માટે એક શોક પુસ્તિકા ખોલી હતી. દૂતાવાસે એક્સ-પોસ્ટમાં આ જાહેરાત કરી. શોક પુસ્તિકા 5, 6 અને 9 માર્ચે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ