ખામેનેઇની હત્યા બાદ કાશ્મીરમાં સતત પાંચમા દિવસે પણ હિલચાલ અને મેળાવડા પર પ્રતિબંધો યથાવત
શ્રીનગર, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): સાવચેતીના પગલા તરીકે કાશ્મીરમાં સતત પાંચમા દિવસે પણ જાહેર અવરજવર પર આંશિક પ્રતિબંધો યથાવત રહ્યા. સરકારે શનિવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ઘટાડી દીધી છે. અમેરિકા-ઇઝરાયલી સંય
ખામેનેઇની હત્યા બાદ કાશ્મીરમાં સતત પાંચમા દિવસે પણ હિલચાલ અને મેળાવડા પર પ્રતિબંધો યથાવત


શ્રીનગર, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.): સાવચેતીના પગલા તરીકે કાશ્મીરમાં સતત પાંચમા દિવસે પણ જાહેર અવરજવર પર આંશિક પ્રતિબંધો યથાવત રહ્યા. સરકારે શનિવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ઘટાડી દીધી છે.

અમેરિકા-ઇઝરાયલી સંયુક્ત હુમલામાં ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇની હત્યા બાદ કાશ્મીરમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે સોમવારે આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ, બુધવારે નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને ધાર્મિક નેતાઓ સાથે બેઠક યોજી હતી જેથી પરિસ્થિતિને શાંત કરવાના માર્ગો પર ચર્ચા કરી શકાય. બેઠક બાદ અબ્દુલ્લાએ, લોકોને શાંતિ જાળવવા અને મસ્જિદો, દરગાહો અને ઇમામબારાઓ પર પોતાનો શોક અને ગુસ્સો વ્યક્ત કરવા અપીલ કરી હતી. સરકારે શનિવાર સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ ઘટાડી દીધી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુરુવારે કાશ્મીરના ઘણા ભાગોમાં હિલચાલ અને મેળાવડા પર પ્રતિબંધો ચાલુ રહ્યા. વિરોધીઓના મેળાવડા રોકવા માટે શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી સીઆરપીએફ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, શહેરમાં પ્રવેશતા મહત્વપૂર્ણ ચોકઠા પર કાંટાળા તાર અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે. શહેરના કેન્દ્રમાં સ્થિત લાલ ચોક, આ વિસ્તારને બેરિકેડથી સીલ કર્યા પછી પ્રતિબંધિત ક્ષેત્ર રહ્યો છે. રવિવારે અમેરિકા અને ઇઝરાયલી હવાઈ હુમલામાં ખામેનેઇની હત્યા બાદ થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ ઘડિયાળ ટાવરને સીલ કરવાનું પગલું લેવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande