
પટણા, નવી દિલ્હી, 5 માર્ચ (હિ.સ.). નીતિશ કુમારે બિહારમાં રાજકીય અટકળોનો અંત લાવ્યો છે. એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, બે દાયકાથી વધુ સમયથી, તમે સતત તમારો વિશ્વાસ અને સમર્થન જાળવી રાખ્યું છે અને તેના કારણે જ મેં બિહાર અને તમારા બધાની સંપૂર્ણ વફાદારીથી સેવા કરી છે. તમારા વિશ્વાસ અને સમર્થનને કારણે જ, બિહાર આજે વિકાસ અને આદરનો એક નવો પરિમાણ રજૂ કરી રહ્યું છે. આ કારણોથી મેં ભૂતકાળમાં ઘણી વખત તમારો આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું, મારી સંસદીય કારકિર્દીની શરૂઆતથી જ, મને બિહાર વિધાનસભા અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા હતી. આ સંદર્ભમાં, હું આ ચૂંટણીમાં રાજ્યસભાનો સભ્ય બનવા જઈ રહ્યો છું. હું તમને સંપૂર્ણ નિષ્ઠા સાથે ખાતરી આપવા માંગુ છું કે, ભવિષ્યમાં તમારી સાથે આ સંબંધ ચાલુ રહેશે અને વિકસિત બિહાર બનાવવા માટે તમારી સાથે મળીને કામ કરવાનો મારો સંકલ્પ અટલ રહેશે. જે નવી સરકાર બનશે, તેને મારો સંપૂર્ણ ટેકો અને માર્ગદર્શન મળશે. નીતિશ કુમાર ટૂંક સમયમાં રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/સુરભીત દત્ત/ગોવિંદ ચૌધરી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ