
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર વાય.જી.માથુકીયાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફ માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતો તે દરમ્યાન રાતીયા ગામની ખારીસીમ, પોરબંદર-સોમનાથ નેશનલ હાઈવે, સ્મશાન પાસે પાસે એક શખ્સ દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે હોવાની બાતમીના આધારે સ્થળ પરથી ફિરોઝ ઉર્ફે ગફાર કાળુભાઈ મોરી નામના ઈસમને ગેરકાયદેસર વગર પાસ પરમીટે દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈ અટક કરી માધવપુર પોલીસ સ્ટેશનમાં હથીયાર ધારા કલમ- 25(1-બી)એ. તથા જી.પી.એકટ કલમ-135 મુજબ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરીમાં પી.આઈ. વાય. જી.માથુકીયા, પી.એસ. આઈ. આર.એ.ઝાલા, એ.એસ.આઈ મહેબુબખાન એચ.બેલીમ, દિપકભાઈ ડાકી, રવિન્દ્ર ચાઉ, પો.હેડ.કોન્સ, ભરતસિંહ ગોહીલ, અરજનભાઈ ઓડેદરા, હરદાસભાઈ ગરચર, મોહીત ગોરાણીયા, ભીમાભાઈ ઓડેદરા, કોન્સ. દીલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી તથા ડ્રા.પો.હેડ. કોન્સ ચંન્દ્રસીહ ભીખુભા જાડેજા રોકાયેલ હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya