પોરબંદરના યુવાનને, વિદેશ મોકલવાની લાલચ આપી 30 લાખની છેતરપીંડી.
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરના રતનપર ખાતે રહેતા એક યુવાનને લંડન મોકલવાની લાલચ આપી ચાર જેટલા શખ્સોએ રૂ.30 લાખની છેપરપીંડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે. રતનપર વિસ્તારમાં રહેતા દિપક લખમણ ઓડેદરને લંડન મોકલવાની લાલચ આપી સોમીલ
પોરબંદરના યુવાનને, વિદેશ મોકલવાની લાલચ આપી 30 લાખની છેતરપીંડી.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરના રતનપર ખાતે રહેતા એક યુવાનને લંડન મોકલવાની લાલચ આપી ચાર જેટલા શખ્સોએ રૂ.30 લાખની છેપરપીંડી કરી હોવાની ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમા નોંધાઈ છે.

રતનપર વિસ્તારમાં રહેતા દિપક લખમણ ઓડેદરને લંડન મોકલવાની લાલચ આપી સોમીલ અશ્વિન સોની, પાર્થ સોની, અશ્વીન સોની, રોનીત સોનીએ પીએસ.કન્સલ્ટન્ટ નામથી લંડનમાં વિઝા કરાવી આપવાનો વિશ્વાસ અપાવી અલગ-અલગ તારીખે ગુગલ પે અકાઉન્ટમાં ઓનલાઈન તેમજ રોકડ મળી કુલ 30 લાખ 75 હજાર રકમ મેળવી લઈ ફરીયાદીને વોટસઅપ મેસેજથી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપતા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande