સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ સંબંધિત કામ માત્ર 10 મિનિટમાં પૂર્ણ થયું : ભારતીબેન ચોરાસી
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ અપાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુસર કડિયાપ્લોટ પે-સેન્ટર શાળા ખાત
સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ સંબંધિત કામ માત્ર 10 મિનિટમાં પૂર્ણ થયું : ભારતીબેન ચોરાસી


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ અપાયો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થાય તે હેતુસર કડિયાપ્લોટ પે-સેન્ટર શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ હેઠળ નાગરિકોને આધાર કાર્ડ સુધારા, જન્મ-મૃત્યુ દાખલા, વિવિધ પ્રમાણપત્રો તથા અન્ય સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી નાગરિકોને કચેરીઓના ચક્કર લગાવવાની જરૂરિયાત રહેતી નથી અને સમય તથા ખર્ચ બંનેની બચત થાય છે. પોરબંદર શહેરના મિલપરા ઝુંડાળા વિસ્તારમાં રહેતા ભારતીબેન વિકીભાઈ ચોરાસીએ કાર્યક્રમનો લાભ લઈ જણાવ્યું હતું કે તેમના આધાર કાર્ડ સંબંધિત કામ માત્ર 10 મિનિટમાં પૂર્ણ થયું છે. ઉપરાંત તેમના બાળકોના જન્મ તારીખના દાખલા સંબંધિત કામગીરી પણ આ કાર્યક્રમ દરમિયાન પૂર્ણ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ઘરઆંગણે સરકારી સેવાઓ પ્રાપ્ત થતા તેમને કચેરી ખાતે ધક્કા ખાવાથી મુક્તિ મળી છે. આ માટે તેમણે રાજ્ય સરકાર તથા પોરબંદર મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. સેવા સેતુ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સરળ, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સરકારનો હેતુ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande