10 માર્ચ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર બિલો અપલોડ કરવા ખેડૂતોને અપીલ.
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના જે ખેડુત ખાતેદારોએ નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરેલ હોય અને નાયબ બાગાયત નિયામક કચેરી પોરબંદર દ્વારા મંજુરી મળેલ હોઇ તેવા તમામ અરજદારો
10 માર્ચ સુધીમાં આઇ-ખેડૂત પોર્ટલ પર બિલો અપલોડ કરવા ખેડૂતોને અપીલ.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના જે ખેડુત ખાતેદારોએ નાણાકીય વર્ષ 2025-26 દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજના અંતર્ગત આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરેલ હોય અને નાયબ બાગાયત નિયામક કચેરી પોરબંદર દ્વારા મંજુરી મળેલ હોઇ તેવા તમામ અરજદારો એ જરૂરી સાધનિક કાગળો (અરજીની સહીવાળી નકલ, બેંક પાસબુક, આધારકાર્ડ ,ખરીદીના બિલો, અરજદારનો વાવેતર/ સાધન સાથેનો રેખાંશ-અક્ષાંસ સાથેનો ફોટો તથા અન્ય જરુરી કાગળો) તા.10 માર્ચ સુધીમાં બિનચુક આઇ ખેડુત પોર્ટલ પર આપના લોગ-ઇન આઇડી પર અપલોડ કરવા નાયાબ બાગાયત નિયામકની કચેરી પોરબંદરની એક યાદીમાં જણાવવવામાં આવ્યુ છે.

તેમજ સમયમર્યાદા પુર્ણ થયા બાદ ચાલુ વર્ષ માટે બિલો અપલોડ થઇ શકશે નહી, જેની અરજદારોએ નોંધ લેવી તથા અરજી આપો આપ રદ થયેલી ગણાશે જેથી પૂર્વ મંજુરી આપેલ હોઇ તેવા તમામ બાગાયતદારોને સમયમર્યાદામાં બિલો અપલોડ કરવા અપીલ કરવામાં આવી છે. અને વધુ માહીતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસ નં-20, જીલ્લા સેવા સદન -2, સાંદીપની રોડ, પોરબંદર નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande