
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.) : પોરબંદર તાલુકાના રતનપર થી ઓડદર સુધીના રસ્તા બાબતે ખેડૂતો અને કબ્જેદારોને 10 દિવસની મુદ્દત આપવામાં આવી છે. જે વધારવા મામલે રતનપરના સામાજિક કાર્યકર દીપકભાઈ ઓડેદરાએ રજુઆત કરી છે. પોરબંદર તાલુકાના રતનપર થી ઓડદર સુધીના રસ્તો બનાવવા ખેડૂતો અને કબ્જેદારોને ખાલી કરવા દસ દિવસની મુદ્દત આપવામાં આવી છે હાલ આ સ્થળો પર 200થી વધુ ખેડૂતો આવે છે ત્યારે આ રસ્તાની બંને બાજુ રહેણાંક વિસ્તાર આવે છે અને રતનપર ગામ આવે છે ત્યારે અમુક રહેવાના મકાન ત્યારબાદ ધાર્યાઓ વંડીયો ડેલાવો ગોદામો જેવા અનેક રહેણાંક મકાનો આવે છે જેથી મામલતદારને રજુઆત કરતા સમય મર્યાદા થોડી વધારી અને બે થી ત્રણ મહિનાની આપવામાં આવે તે માટે દીપકભાઈ ઓડેદરાએ મામલતદારને રજુઆત કરી છે. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya