પોરબંદરમાં આગામી ત્રણ માસમાં, ગૌચરની જમીન પર થયેલ પેશકદમી દૂર કરાશે.
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણ હોવાનું ગુજરાતની વિધાનસભામાં જાહેર થયું છે. વિરોધ પક્ષે પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત રાજ્યના 26 જિલ્લામાં ગૌચરની જમીનમાં દબાણ હોવાનું સ્વીકાર્યું છે. વિધાનસભામાં મ
પોરબંદરમાં આગામી ત્રણ માસમાં, ગૌચરની જમીન પર થયેલ પેશકદમી દૂર કરાશે.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણ હોવાનું ગુજરાતની વિધાનસભામાં જાહેર થયું છે. વિરોધ પક્ષે પૂછેલા પ્રશ્નોના જવાબમાં ગુજરાત રાજ્યના 26 જિલ્લામાં ગૌચરની જમીનમાં દબાણ હોવાનું સ્વીકાર્યું છે.

વિધાનસભામાં મુદ્દો ઉઠ્યા બાદ પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા એક્શન પ્લાનની તૈયારી બતાવી છે.ત્રણ માસની અંદર આયોજન કરી કડક કાર્યવાહી કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.ગુજરાત રાજ્યની વિધાનસભામાં તાજેતરમાંજ ગૌચરની જમીનો પરના દબાણનો મુદ્દો ઉછાળ્યો હતો.

જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ગૌચરની જમીનોમાં કેટલા દબાણ છે તે વિષે સવાલ ઉઠાવતા સરકાર દ્વારા પ્રશ્નોનો જવાબ આપતા જણાવાયું હતું કે, ગુજરાતમાં 26 જિલ્લાઓમાં ગૌચરની જમીનોમાં દબાણ છે જેમાં સૌથી વધુ દબાણ પોરબંદર જિલ્લામાં હોવાનું જાહેર થયું છે. પોરબંદર જિલ્લાના અધિકારીઓની નબળી કામગીરીની પોલ વિધાનસભામાં ખુલી છે. પોરબંદરમાં ગૌચરની જમીનમાં મોટાપાયે દબાણો છે. મોટા માથાઓ દ્વારા હજારો હેક્ટર જમીન દબાવી લીધી છે, જેમાં ખેતી લાયક જમીનો આવેલી છે. આ જમીનો પરના દબાણ દૂર કરવા ખુબ જરૂરી છે પરંતુ પંચાયતોની બેદરકારીના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત વિધાનસભામાં મુદ્દો ઉઠતા અધિકરીઓની ઊંઘ ઉડી છે. પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા આગામી ત્રણ માસની અંદર એક્શન પ્લાન બનાવી દબાણ દૂર કરવાની તૈયારી બતાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande