જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ઇણાજ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
ગીર સોમનાથ 7 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઇણાજ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એફ.પી.એસ.(સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો)ની ઊના તાલુક
જિલ્લા કલેક્ટર  એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને


ગીર સોમનાથ 7 માર્ચ (હિ.સ.) જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઇણાજ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં એફ.પી.એસ.(સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો)ની ઊના તાલુકાની કોબ, સીમર અને ભીંગરણ તેમજ ગીર ગઢડા તાલુકાના શાણાવાંકિયા ગામમાં એફ.પી.એસ.ની દુકાનો ખોલવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મુછાર, નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની, પુરવઠા અધિકારી પારસ વાંદા સહિત પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande