કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 07 માર્ચ (હિ.સ.) જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરએ જિલ્લામાં કાર્યરત પીવાના પાણી માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી ક્યાં, કઇ રીતે પાણીના
કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા


ગીર સોમનાથ 07 માર્ચ (હિ.સ.)

જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે યોજાયેલ આ બેઠકમાં કલેકટર દ્વારા પીવાના પાણીની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.

કલેક્ટરએ જિલ્લામાં કાર્યરત પીવાના પાણી માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી ક્યાં, કઇ રીતે પાણીના કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. તે વિશેની જાણકારી મેળવી જિલ્લામાં એકપણ ઘર પાણીથી વંચિત ન રહી જાય તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવા માટે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

આંતરિક પાણી પુરવઠા યોજનાના કામો માટે સંલગ્ન કચેરી, વિભાગ દ્વારા સક્ષમ કક્ષાએથી તાંત્રિક અને સૈધ્ધાંતિક મંજુરી મળી જાય તેનું અમલીકરણ કરવા કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.

આગામી સમયમાં ‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ તેમજ ઉના તાલુકાના સંજવાપુર ગામે જલ અર્પણ” દિવસનું આયોજન કરવા માટે સૂચના આપી કલેક્ટરએ વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામની યોજના પંચાયત વિભાગને PIU/PMU પંચાયત પાણી પુરવઠા દ્વારા અમલીકરણ કરવા, જિલ્લાની જર્જરિત/બિન ઉપયોગી બનેલ ઉંચી ટાંકીઓમાં ભયજનક બોર્ડ લગાવવવા અને નલ સે જલ યોજના હેઠળ SHG/PACS અંતર્ગત મરામત અને નિભાવણી કામગીરીની સમીક્ષા તેમજ કરારખત સમય પૂર્ણ થતા નવા કરારખત કરવા કલેક્ટરએ જણાવ્યું હતું.

આ તકે, વાસ્મો યુનિટ મેનેજર વિશાલકુમાર ભાટુ તથા જિલ્લા સંયોજક અલ્કાબેન મકવાણા તેમજ જિલ્લા જળ તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande