વિધવા બહેનોનો આર્થિક આધાર બનતી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’, ગીર સોમનાથ જિલ્લાની વિધવા બહેનોને મળી રૂ.૫.૨૦ કરોડથી વધુની આર્થિક સહાય
ગીર સોમનાથ 7 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના પોષણ, સ્વાસ્ય્મ સાથે આર્થિક પગભરતા કેળવાય તે માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓ સશક્ત બને અને પોતાના પગ પર ઉભી રહે તે માટેની અનેક સહાય મદદની યોજનાઓ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વ
વિધવા બહેનોનો આર્થિક આધાર બનતી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’, ગીર સોમનાથ જિલ્લાની વિધવા બહેનોને મળી રૂ.૫.૨૦ કરોડથી વધુની આર્થિક સહાય


ગીર સોમનાથ 7 માર્ચ (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના પોષણ, સ્વાસ્ય્મ સાથે આર્થિક પગભરતા કેળવાય તે માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓ સશક્ત બને અને પોતાના પગ પર ઉભી રહે તે માટેની અનેક સહાય મદદની યોજનાઓ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

આવી જ એક યોજના છે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’. આ યોજના રાજ્યની આર્થિક રીતે નબળી વિધવા બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સામાન્ય રીતે આપણા સમાજમાં ઘરમાં કમાનાર વ્યક્તિ પુરૂષ હોય છે. પરંતુ, ઘણાં કિસ્સામાં કમાનાર પુરૂષનું અચાનક મૃત્યુ થાય ત્યારે વિધવા થયેલી મહિલા પર આફતોનું વાદળ સર્જાય છે. પતિના અવસાન બાદ આર્થિક સંકટ પણ મોટું બને છે. આવા સંજોગોમાં જીવન નિર્વહન કરતી બહેનોને આર્થિક સહારો મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગંગા સ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. આ સહાયની રકમ લાભાર્થી બહેનોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે, જેના કારણે પ્રક્રિયામાં પારદર્શિતા અને ઝડપ સુનિશ્ચિત થાય છે.

આ યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં ફેબ્રુઆરી-૨૦૨૬ સુધી કુલ ૪૧,૩૪૬ લાભાર્થી ગંગા સ્વરૂપા બહેનોને સહાય ચૂકવવામાં આવી છે. આ માટે કુલ રૂ.૫,૨૦,૫૭,૫૦૦ની રકમ PFMS મારફતે સીધી જ લાભાર્થી બહેનોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજારો ગંગા સ્વરૂપા બહેનો આ યોજનાનો લાભ લઈ રહી છે. સરકાર દ્વારા ઓનલાઈન પ્રક્રિયા તથા સરળ અરજી પદ્ધતિ દ્વારા લાભાર્થીઓને ઝડપથી સહાય ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજના દ્વારા વિધવા બહેનોને આર્થિક સુરક્ષા મળવાની સાથે તેઓ આત્મનિર્ભર અને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે સમાજમાં નબળી પરિસ્થિતિમાં રહેલી બહેનોને આર્થિક આધાર પૂરો પાડીને તેમની જીવનશૈલી સુધારવામાં મદદરૂપ બની રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande