જામનગરમાં ગરમીનો દૌર, વાતાવરણ મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચશે
જામનગર, 07 માર્ચ (હિ.સ.) : જામનગરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ સુર્યદેવતા કોપાયમાન બની રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ સ્થિર થયો છે. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. પરંતુ મધ્યરાત્રીથી પરોઢીયા સુધી ઠંડક રહે છે
હવામાન


જામનગર, 07 માર્ચ (હિ.સ.) : જામનગરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ સુર્યદેવતા કોપાયમાન બની રહ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ સ્થિર થયો છે. લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. પરંતુ મધ્યરાત્રીથી પરોઢીયા સુધી ઠંડક રહે છે. જેથી મિશ્રઋતુના કારણે રોગચાળો પણ વકર્યો છે. છેલ્લા સપ્તાહથી સુર્યદેવતાએ આકરો મિજાજ દેખાડી રહ્યા છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ સ્થિર રહ્યું છે. તો લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારા સાથે 21 ડિગ્રી નોંધાયું છે.

સુર્યદેવતાએ ઉનાળાના પ્રારંભ સાથે જ આકરો મિજાજ દેખાડી રહ્યા છે અને બપોરના સમયે લોકો ગરમીમાં અકળાઈ ઉઠે છે. તો ભેજનું પ્રમાણ છેલ્લા ચોવીસ કલાકમાં 12 ટકાના વધારા સાથે 77 ટકા નોંધાયું છે. તો પવનની ગતિ પ્રતિકલાકના પાંચથી દશ કિ.મી.ની રહેવા પામી હતી. હાલ આખો દિવસ ગરમી રહ્યા બાદ સંધ્યા ઢળતા જ ઠંડક પ્રસરી જાય છે અને મધ્યરાત્રીથી પરોઢીયા સુધી વાતાવરણમાં ઠંડક રહે છે. જેના કારણે હાલ મિશ્રઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande