
જૂનાગઢ, 07 માર્ચ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૮ માર્ચ, ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો આશય મહિલાઓના અધિકારો, ન્યાય અને તેમના સશક્તિકરણ માટે નક્કર પગલાં લેવાની દિશામાં જાગૃતિ લાવવાનો છે.
જૂનાગઢના ટીંબાવાડી રોડ પરના અક્ષરવાડી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમ તા.૮ માર્ચ, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે.
Rights. Justice. Action. For ALL Women and Girls થીમ પર આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશીયા અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તદુપરાંત ધારાસભ્ઓ અને સ્થાનિક પદાધિકારીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ