કપડાં સૂકવવા મુદ્દે પડોશીઓ વચ્ચે ઝઘડો, મહિલાને માર મારી જાનથી મારવાની ધમકી
પાટણ, 07 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના ઈદગાહવાસ વિસ્તારમાં કપડાં સૂકવવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક બન્યો હતો. આ મામલે જ્યોત્સનાબેન પ્રકાશભાઈ પટણીએ સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજ
કપડાં સૂકવવા મુદ્દે પડોશીઓ વચ્ચે ઝઘડો, મહિલાને માર મારી જાનથી મારવાની ધમકી


પાટણ, 07 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના ઈદગાહવાસ વિસ્તારમાં કપડાં સૂકવવા જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે થયેલો વિવાદ હિંસક બન્યો હતો. આ મામલે જ્યોત્સનાબેન પ્રકાશભાઈ પટણીએ સિદ્ધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, પાડોશમાં રહેતા નિતબેન ભરતભાઈ પટણી, ભરતભાઈ છનાભાઈ પટણી અને ગોપાલભાઈ છનાભાઈ પટણી સાથે કપડાં સૂકવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી મહિલા અને ત્યાં હાજર લોકોને અપશબ્દો બોલ્યા હતા.

આ દરમિયાન ત્રણેય આરોપીઓએ મળીને જ્યોત્સનાબેનને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિદ્ધપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande