પોરબંદર જિલ્લામાં 4 સ્થળોએ ચાલતા, જુગારધામ પર પોલીસના દરોડા.
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર અને બગવદરમાં એક એક અને રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સ્થળોએથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા. પોરબંદરના ખાપટ વિસ્તારમાં મકાનમાંજુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અરભમભાઇ ભકાભાઈ ઓ
પોરબંદર જિલ્લામાં 4 સ્થળોએ ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા.


પોરબંદર જિલ્લામાં 4 સ્થળોએ ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરના ઉદ્યોગનગર અને બગવદરમાં એક એક અને રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સ્થળોએથી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.

પોરબંદરના ખાપટ વિસ્તારમાં મકાનમાંજુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અરભમભાઇ ભકાભાઈ ઓડેદરા, દિપક પરમાર, મસરીભાઈ નોઘણભાઈ કેશવાલા નામના ત્રણ પુરુષ અને (ભારતીબેન વા/ઓ અરભમભાઇ ભકાભાઈ ઓડેદરા, ગીતાબેન વા/ઓ દીનશભાઈ ચકુભાઈ પરમાર, રીટાબેન ઉર્ફે જયશ્રીબેન વા/ઓ રાકેશભાઈ સામતભાઈ ઓડેદરા, મયરીબેન વા/ઓ ભાવશેભાઇ અરવીંદભાઈ થાનકી, દેવીબેન વા/ઓ હરદાસભાઈ વિક્રમભાઈ ઓડેદરા અને જયશ્રીબેન વા/ઓ પકંજભાઈ અશોકભાઈ વિઠલાણી નામની 6 મહિલાને જુગાર રમતા ઝડપી રોકડ રૂા. 23,750 નો મુદામાલ કબ્જે કર્યો હતો તેમજ રાણાવાવ પોલીસે ખીરસરા ગામેથી વણકરવાસ રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા નલીનભાઈ સિદીભાઈ તેતરપરા,, કાના સામતભાઈ મોઢવાડીયા અને રેનીશ ઉગાભાઈ તતેરપરા નામના ત્રણ શખ્સોને 12,000 ની રોકડ સાથે તેમજ આદિતપરા ગામે દળ વિસ્તારમાં બાવળના ઝાડી જાંખરા વચ્ચે જાહેરમાં જુગાર રમતા મકુશ રવજીભાઈ ગોહલ, દીનશ નાથુભાઈ રાઠોડ અને રામભાઈ વેજાભાઈ ઓડેદરા નામના શખ્સોને રોકડા-12,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તથા બગવદર પોલીસ સ્ટેશન દ્વારા સાતવાવ વાડી વિસ્તારમાં ઝાડના નીચે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રમશે કારાભાઈ ગોઢાણીયા, રામા મુળુભાઈ ઓડેદરા અને ભરત રામાભાઈ ઓડદરા નામના શખ્સોને જુગાર રમતા ઝડપી 24,400 ની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande