સિદ્ધપુરમાં 11 ગામોના રોડ કામોને મંજૂરી મળી: પરિવહન વિકાસને નવી ગતિ મળશે
- ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું સન્માન પાટણ, 07 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં 11 ગામોના રસ્તાના કામોને મંજૂરી મળતાં વિસ્તારના પરિવહન વિકાસને નવી ગતિ મળશે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની રજૂઆતોના પરિણામે વર્ષો જૂના ગ્રામિણ માર્ગોના પ્ર
સિદ્ધપુરમાં 11 ગામોના રોડ કામોને મંજૂરી મળી: પરિવહન વિકાસને નવી ગતિ મળશે, ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું સન્માન


- ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનું સન્માન

પાટણ, 07 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તારમાં 11 ગામોના રસ્તાના કામોને મંજૂરી મળતાં વિસ્તારના પરિવહન વિકાસને નવી ગતિ મળશે. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની રજૂઆતોના પરિણામે વર્ષો જૂના ગ્રામિણ માર્ગોના પ્રશ્નોનું નિરાકરણ થયું છે. આ સિદ્ધિને વધાવવા માટે સિદ્ધપુર સ્થિત ગોકુલ મધ્યસ્થ કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચો, પદાધિકારીઓ અને ગ્રામિણ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતને પુષ્પહાર, બુકે અને મોમેન્ટો અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવી તેમની પ્રાથમિકતા છે અને સિદ્ધપુરના સર્વાંગી વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande