
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરના યુવા અગ્રણી સાગર મનુભાઈ મોદીની ગત માર્ચ મહિનામાં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી જેને એક વર્ષ થયું છે ત્યારે વર્ષભર સાગર મોદી એ સંગઠન લેવલે કરેલી ધુંઆધાર કામગીરીની ઉચ્ચ કક્ષા એ પણ નોંધ લેવાઈ છે. તેઓ એ ટિમવર્ક અને સ્માર્ટવર્કના માધ્યમથી બુથ થી લઈને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મજબૂત પકડ જમાવી છે.
ભારતીય જનતા પાર્ટી માં પોરબંદર શહેર ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી મળતાની સાથે જ તેઓ દ્વારા પ્રદેશ કક્ષાની સૂચના મુજબ અને જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીની રાહબરી હેઠળ ના આયોજનો, સંગઠન રચના, બુથ લેવલની કામગીરી, સામાજિક, શૈક્ષણિક, રાજકીય, ધાર્મિક કાર્યક્રમો માં સક્રિય પણે હાજરી આપીને લોક સંપર્ક જાળવી રાખ્યું છે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરિયા, પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પૂર્વપ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ-કેબિનેટમંત્રી બાબુભાઈ બોખીરીયાના સતત માર્ગદર્શન અને સંકલન સાથે ભારતીય જનતા પાર્ટી પોરબંદરના સંગઠનમાં નોંધપાત્ર ભૂમિકા અદા કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ પોરબંદર -છાયા નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવતાની સાથે જ પાલિકા ચૂંટણી ની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. અને આગામી ચૂંટણી માં વિપક્ષમુક્ત પાલિકાના મિશન સાથે કામગીરી ચાલુ છે. ત્યારે આગામી સમયમાં તેઓ અપાર લોકચાહના મેળવે અને લક્ષ્યસિદ્ધ કરે તેવી આગેવાનો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya