ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે 25 માર્ચ 2026 જિલ્લા સ્વાગત કાર્યક્રમ
ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટર, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક
ગાંધીનગરની પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે 25 માર્ચ 2026 જિલ્લા સ્વાગત કાર્યક્રમ


ગાંધીનગર, 07 માર્ચ (હિ.સ.) : ગાંધીનગર જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિરાકરણ માટે આગામી તા.૨૫/૦૩/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિરાકરણ અંગે જિલ્લા કક્ષાએ કલેક્ટર, ગાંધીનગરના અધ્યક્ષપણા હેઠળ કલેક્ટર કચેરી, ગાંધીનગર, સે.૧૧, પહેલા માળના સમિતિખંડમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે પ્રશ્નો તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં કલેક્ટર કચેરી, ગાંધીનગરમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જ્યુડીશીયલ પ્રશ્નો, સામુહિક રજુઆતો, નીતિ વિષયક પ્રશ્નો તથા સેવાવિષયક/નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમાં લક્ષમાં લેવામાં આવશે નહી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande