પોરબંદરમાં યુવાન પર, ત્રણ શખ્સોએ કર્યો હુમલો.
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરમા યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી બુલેટના સાયલન્સરમાંથી ફટકાડા ફોડતા હોવાના મનદુઃખને લઇ હુમલો કર્યો હતો. પોરબંદરના ભાટીયા બજાર વિસ્તારમાં રહેતો અ
પોરબંદરમાં યુવાન પર, ત્રણ શખ્સોએ કર્યો હુમલો.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.)પોરબંદરમા યુવાન પર ત્રણ જેટલા શખ્સોએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી બુલેટના સાયલન્સરમાંથી ફટકાડા ફોડતા હોવાના મનદુઃખને લઇ હુમલો કર્યો હતો.

પોરબંદરના ભાટીયા બજાર વિસ્તારમાં રહેતો અશિષ ઉર્ફો ટકો કિશોર મસાણી નામનો યુવાન ધુળેટીન દિવસે પોતાના નાનીને ત્યાં જતો હતો તે દરમ્યાન ગરબીચોક વિસ્તારમા મયુરી તુષારભાઈ ગોહેલ, દર્શન મિલન પાંજરી વિશાખા યોગેશ ખોરવાએ બુલેટમાંથી કેમ સાયલન્સરમા ફટાકાડા ફોડે છે તેમ કહિ અને ભુંડી ગાળો આપી લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande