પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક 31 મે ના રોજ ફરી બંધ કરાશે
પોરબંદર, 07 માર્ચ (હિ.સ.) : પોરબંદરના ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવાનો નિર્ણય કરવામા આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી તા.1 મેથી ફરી ફાટક બંધ કરવામા આવશે તેવુ બોર્ડ રેલવે વિભાગ દ્રારા મારી દેવામા આવ્યુ છે ત્યારે સ્થાનિકો ફરી આંદોલન
31 મે ના રોજ ઉદ્યોગનગર ફાટક ફરી બંધ કરાશે.


પોરબંદર, 07 માર્ચ (હિ.સ.) : પોરબંદરના ઉદ્યોગનગર ફાટકને ફરી બંધ કરવાનો નિર્ણય કરવામા આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી તા.1 મેથી ફરી ફાટક બંધ કરવામા આવશે તેવુ બોર્ડ રેલવે વિભાગ દ્રારા મારી દેવામા આવ્યુ છે ત્યારે સ્થાનિકો ફરી આંદોલન કરે તેવી ચર્ચા જોવા મળી રહી છે.

પોરબંદરના નરસંગટેકરી વિસ્તારા ફલાઈ ઓવર બ્રિજ નિર્માણ બાદ ઉદ્યોગનગરનુ ફાટક બંધ કરવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. પાંચ માસ પૂર્વે આ ફાટક બંધ કરી દેવામા આવ્યુ હતુ. જેને પગલે સ્થાનિકોએ આંદોલન કરી અને ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. જેને પગલે અંતે ફાટક ખોલવાનો નિર્ણય કરવામા આવ્યો હતો અને ભાજપના આગેવાનોએ ફાટક ખોલી અને જશ ખાટી લીધો હતો. પરંતુ સ્થાનિકોને ખબર હતી આ ફાટક કાયમી ખુલ્લુ રહેવાનુ નથી આથી આ સમયે સ્થાનિકોએ ખાસ ઉત્સાહ દેખાડયો ન હતો અંતે સ્થાનિકોની ધારણા સાચી ઠરી હોય તેમ આગામી મે માસથી ફાટક બંધ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે જેને પગલે સ્થાનિકોએ નારાજગી વ્યકત કરી છે. અને એવુ કહ્યુ આતો ઉલ્લુ બનાયા બડા મજા આયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ઉદ્યોગનગર ફાટક બંધ થવાથી હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે જોવાનુ એ રહ્યું કે રેલવે વિભાગ દ્રારા કયા પ્રકારની વૈકલ્પિક વ્યાવસ્થા કરવામા આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande