જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં 65 ટકા (1265 મત) મતદાન નોંધાયું : સોમવારે પરિણામ
જામનગર, 07 માર્ચ (હિ.સ.) : ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના 23 ઉમેદવારોની વરણી માટે શુક્રવારે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 23 સીટ માટે કુલ 99 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમાં જામનગરના 5 વકીલોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આજે સ
બાર એસો.ની ચૂંટણી


જામનગર, 07 માર્ચ (હિ.સ.) : ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના 23 ઉમેદવારોની વરણી માટે શુક્રવારે રાજ્યભરમાં મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં 23 સીટ માટે કુલ 99 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. જેમાં જામનગરના 5 વકીલોએ પણ ઉમેદવારી નોંધાવી છે. આજે સવારથી શરૂ થયેલા મતદાનમાં જામનગરમાં 1265 વકીલોએ મતદાન કરતા 65 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાત બાર કાઉન્સિલના 23 સભ્ય ઉપરાંત બે કો. ઓપ્ટ. સભ્યની નિમણૂક થશે. તેથી પચ્ચીસ સદસ્ય આગામી પાંચ વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલનું પ્રતિનિધિત્વ કરશે. આ વખતની ચૂંટણીમાં રાજ્યભરમાંથી 104 ઉમેદવાર-એડવોકેટ્સે ફોર્મ ભર્યા હતા. જેમાંથી બે ફોર્મ રદ્દ થયા હતા અને બે ફોર્મ પરત ખેંચી લેવામાં આવ્યા હતા. રાજ્યભરના તમામ જિલ્લાઓમાંથી 99 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જેમાં જામનગરના પાંચ એડવોકેટ પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે જામનગર શહેરના 1340 એડવોકેટ્સ મળી જિલ્લાના કુલ 1867 મતદાર એડવોકેટ્સ નોંધાયેલ છે.

શુક્રવારે સવારથી જામનગરની જિલ્લા અદાલતની ઈમારતમાં વકીલ મંડળના હોલમાં મતદાન શરૂ થયું હતું. પ્રારંભ સાથે જ મતદારોએ મત આપવા માટે ભીડ જમાવી હતી. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 65 ટકા મતદાન થયું હતું. 1265 એડવોકેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આગામી તા.9ના મતગણતરી કરવામાં આવશે. જેથી હાલ વકીલ મંડળમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે.

બાર કાઉન્સિલ ચુંટણીમાં વકીલો વચ્ચે બોલાચાલી બાદ ફડાકાવાળી જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચુંટણીમાં સવારથી મતદાન શરૂ થયું હતું. જેમાં સાંજના પડતા એક નોન-પ્રેક્ટિસનર વકીલ મતદાન કરવા આવતા સિનિયર વકીલે તેમનું આઈડી કાર્ડ માંગ્યું હતું. જેના કારણે વિવાદ વકર્યો હતો. બોલાચાલી થતાં ફડાકાવાળી પણ થતાં વકીલ મંડળમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande