




અંબાજી, 01 એપ્રિલ (હિ.સ.)હિન્દુઓ ના નવા વર્ષ સવંત 2083 ની આવતી કાલે પહેલી ચૈત્રી પુનમ છે ને આ ચૈત્રી પુનમે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુંઓ નો મોટો મેળાવળો ભરાતો હોય છે. જેમ ભાદરવી પુનમે શ્રદ્ધાળુંઓ ની ભીડ ઉમટતી હોય છે તેમ ચૈત્રી પુનમે પણ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળતો હોય છે. ત્યારે ચૈત્રી પુનમ પુર્વે આજે ચૈત્ર સુદ ચૌદશે ભક્તો નું ઘોડાપુર જોવા મળ્યુ હતુ. એટલુંજ નહીં સેંકડો ની સંખ્યા માં શ્રદ્ધાળુંઓ માથે માંડવી ને ફુલો ના ગરબા લઇ અંબાજી મંદિરે પહોંચતા જોવા મળ્યા હતા. જેમાં કેટલાંક સંઘો 50 વર્ષ થી તો કેટલાંક સંઘ 100 વર્ષ ઉપરાંત થી આ ચૈત્રી પુનમ ના પુર્વે પોતાની માનતા મુજબ ફુલો ના ગરબા લઇ માતાજી ના દ્વારે માનતા પુરી કરવાં પહોંચે છે. આજે પણ મહેસાણા જીલ્લા ના હજ્જારો ની સંખ્યા માં શ્રધ્ધાળુંઓ ફુલો ના ગરબા લઇ પરંપરાગત રીતે પુનમ પુર્વે ચૌદશે માતાજી ની ગરબા અર્પણ કરી માનતા પુરી કરી હતી. અંબાજી ખાતે આજે મહીલાઓ મોટી સંખ્યા માં માથે ગરબી લઇ અંબાજી મંદિરે પહોંચી હતી. ત્યારે તેમને જણાવ્યુ હતુ કે ક્યાંક સેર માટે ની ખોટ હોય, નોકરી ની જરૂયાત, સ્વાસ્થ્ય થી પીડાતા કે પછી અન્ય કોઇ પણ બાબતે માતાજી ની માનતાઓ રાખી હતી ને તે માનતાઓ વર્ષ,સવા વર્ષ ને ચાર વર્ષ જેટલા સમય માં પુર્ણ થતાં આજે માતાજી નું રૂણ અદા કરવાં ને માનવા પુર્ણ કરવાં પહોંચ્યા હોવાનું જણાવ્યુ હતુ. જોકે હાલ તબક્કે એપ્રીલ શરૂ થતાં ગરમી એ પોતાનો પરચો બતાવાનું શરૂ કરી દીધુ છે ત્યારે આટલા ધમધોખતા તાપ માં પણ પોતાની માનતા પુર્ણ થતાં એક મહીલા દંડ વત કરતાં માના દ્વારે પહોંચતા નજરે પડ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ