
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : બગવદર પોલીસ સ્ટેશનના પો.સબ. ઈન્સ આર.જી. ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બગવદરગામ રાંદલ માતાના ગેટ પાસે પોરબંદર-ખંભાળીયા હાઈ-વે પર શંકાસ્પદ અર્ટીગા કાર રોકાવી ચેક કરતા તેમાંથી દેશી પીવાના દારૂનો જથ્થો લીટર 700 મળી આવ્યો હતો. પોલીસે કર ચાલક રજાક મામદભાઈ નાગલાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે આ દારૂ મોડપર ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કરશન ચાવડાના સંપર્કથી કાટવાણાના બાલુ નાથા કોડીયાતર પાસેથી લઇ સુશીલાબેન ભગવાનજીભાઈ સીકોતેરીયાને આપવા જતા હોવાની કબૂલાત આપતા બગવદર પોલીસ મથકમાં આ ચારે શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ 7.65(ઈ),98(2), 81 મુજબ ગુન્હો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી પોલીસ સબ ઈન્સ. આર.જી.ચુડાસમા, એ.એસ.આઈ.એચ.ડી. સીસોદીયા, પો.હેડ.કોન્સ. ડી.આર.સીસોદીયા, પો.કોન્સ. વીંઝાભાઈ હાજાભાઈ રાણાવાયા તથા પો.કોન્સ હીતેશ જસરાજભાઈ ઘુઘલીયા દ્વારા કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya