
ભાવનગર, 1 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા વિવિધ આવક (Sundry Earnings) સર્જન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન વિવિધ આવક તરીકે ₹29.51 કરોડની કમાણી નોંધાઈ છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગયા નાણાકીય વર્ષની સરખામણીએ 11.6% નો મજબૂત વધારો દર્શાવે છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, વિવિધ આવકમાં મુખ્ય પરિવહન સેવાઓ ઉપરાંતના સ્ત્રોતોમાંથી મળતી આવકનો સમાવેશ થાય છે. ભાવનગર મંડળનું આ ઉત્તમ પ્રદર્શન આવકના સ્ત્રોતોના વિવિધિકરણ, સંપત્તિઓના શ્રેષ્ઠ ઉપયોગ તથા ગેર-ભાડા આવકના સાધનોને મજબૂત બનાવવાના સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. આ આવકમાં પ્રોપર્ટી ડેવલપમેન્ટ, જમીન અને ઇમારતોના ભાડા, વે-લીવ ચાર્જ, સાઇડિંગ જાળવણી ચાર્જ, જાહેરાત, પાર્કિંગ તથા કેટરિંગમાંથી મળતી આવકનો મુખ્ય ફાળો છે. અન્ય મહત્વપૂર્ણ સ્ત્રોતોમાં ગેર-રેલવે સંસ્થાઓ પાસેથી જૂના બાકી રકમની વસૂલી, અનક્લેમ્ડ જમા રકમ તેમજ દંડ, જુર્માના, વ્યાજ, નિરીક્ષણ ચાર્જ અને અન્ય વિવિધ માથાઓમાંથી મળતી આવકનો સમાવેશ થાય છે.
મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે આ સિદ્ધિ વિવિધ વિભાગોના સંકલિત અને પરિણામકેન્દ્રિત પ્રયત્નોથી ગેર-ભાડા આવકના આધારને મજબૂત બનાવવાની ભાવનગર મંડળની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ રેકોર્ડ વિવિધ આવક માત્ર મજબૂત નાણાકીય વ્યવસ્થાપનનો પુરાવો નથી, પરંતુ આવક સર્જન માટેના નવીન ઉપાયો અને સંસાધનોના ઉત્તમ ઉપયોગ પ્રત્યે મંડળના પ્રયાસોને પણ મજબૂતી આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ