પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટ્રકની ટક્કરથી કારને નુકસાન
પાટણ, 01 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટર્બો ટ્રકે કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારને આશરે ₹20,000 થી ₹25,000 જેટલું નુકસાન થયું હતું. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોર તેમના માતાપિતા સાથે સારવાર
પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટ્રકની ટક્કરથી કારને નુકસાન


પાટણ, 01 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરના સંખારી ત્રણ રસ્તા પાસે ટર્બો ટ્રકે કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કારને આશરે ₹20,000 થી ₹25,000 જેટલું નુકસાન થયું હતું. મહેસાણાના રામપુરા ગામના રામુજી બાબુજી ઠાકોર તેમના માતાપિતા સાથે સારવાર માટે પાટણ આવી રહ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે ઓવરટેક કરતી વખતે તેમની કારને ટક્કર મારી હતી. બનાવ બાદ કાર ચાલકે તરત જ 112 પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.

માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલક મનુજી ગોપાળજી ઠાકોરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. કાર ચાલકની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande