
અમરેલી,01 એપ્રિલ (હિ.સ.) અમરેલી જિલ્લામાં વિકાસકાર્યોને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી અમરેલી પધાર્યા હતા. તેમના આગમન નિમિત્તે અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી રાજુલા તાલુકાના દેવકા, અમરેલી તાલુકાના સણોસરા, અમરેલી શહેર તેમજ લાઠી તાલુકાના મતીરાળા ખાતે આયોજિત અનેકવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. જિલ્લામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, પાણી અને અન્ય જાહેર સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી આ વિકાસકાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીના આગમનને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોમાં ઉમંગ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. આ કાર્યક્રમો દ્વારા અમરેલી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગ સ્થાનિક લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે, કારણ કે વિકાસકાર્યો દ્વારા જીવનસુવિધાઓમાં સુધારો થશે અને વિસ્તારના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai