
ભાવનગર, 01 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસીય વર્કશોપ સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો. એન. કે. મીના મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શિક્ષકોને માર્ગદર્શન આપ્યું અને તેમને કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા. ભાગ લીધેલ શિક્ષકો એ વર્કશોપમાં એમને ખૂબ જ નવું જાણવા અને શીખવા મળ્યું તથા તે તેમને ખૂબ ઉપયોગ બની રહેશે તેના વિષે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો.
આ ૫ દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, IITE ગાંધીનગર, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારેલ હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષકોને શિક્ષણ પ્રણાલી માં કેવી રીતે મદદરૂપ થઈ શકે, AI બેસ્ડ ઇફેક્ટિવ ક્લાસરૂમ પ્રોજેક્ટ, હેન્ડસ-ઓન રૉબોટિક્સ સેશન, પાયથોન પ્રોગ્રામિંગ, સ્માર્ટ બોર્ડ દ્વારા વર્ગખંડમાં AI નો ઉપયોગ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપ્યું, સાથે સાથે આરએસસી ગેલેરી વિઝિટ, નેચર વોક, સ્કાય ગેઝીંગ તથા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી જેમાં શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.આ 5-દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોએ ભાગ લીધો. જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી થયાં હતાં આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળા ના શિક્ષકો ની પસંદગી કરવામાં આવી છે.
ભાવનગર આરએસસી દ્વારા અગાઉ એક વર્કશોપ શાળાના શિક્ષકો માટે તથા બે વર્કશોપ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.આરએસસી ભાવનગર વિજ્ઞાનને લગતી જુદી જુદી ૫ થીમ બેઈઝ ગેલેરીઓ ધરાવે છે, ઉપરાંત ગેલેરી વાઈઝ ભિન્ન ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક દિવસો ની ઉજવણી, તથા આઉટરીચ કાર્યક્રમોના આયોજનથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT