સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ
અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારી પાલિકા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં પાલિકા ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી માંગણીઓ અને અભિપ્રાયો લેવામાં આવ્ય
સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ


અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : સાવરકુંડલા શહેરમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા આવનારી પાલિકા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં પાલિકા ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો પાસેથી માંગણીઓ અને અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શહેર અને તાલુકાના અનેક ઇચ્છુક માંગણીદારો ઉપસ્થિત રહી પોતાના દાવેદારી રજૂ કરી હતી.

આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પ્રમુખો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દરેક ઇચ્છુક ઉમેદવાર સાથે ચર્ચા કરી તેમની ક્ષમતા, લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની વફાદારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ વિગતવાર માહિતી મેળવી હતી. સાથે સાથે પાર્ટીના મજબૂતીકરણ અને જીત માટેની વ્યૂહરચનાને પણ પ્રાથમિકતા આપવામાં આવી હતી.

આ સેન્સ પ્રક્રિયાનો મુખ્ય હેતુ યોગ્ય અને મજબૂત ઉમેદવારોની પસંદગી કરવાનો છે, જેથી આવનારી પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત પ્રદર્શન કરી શકે. બેઠક દરમિયાન સંગઠનના હોદ્દેદારો દ્વારા એકતા જાળવવાની અને પક્ષના હિતમાં કામ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. આ આયોજનથી સાવરકુંડલા કોંગ્રેસ સંગઠનમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને ચૂંટણીને લઈને સક્રિયતા વધતી જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande