ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવતી શાળાઓ અને સ્થાનિક સમુદાયના ઉત્કર્ષ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્
ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


ઈકો સેન્સિટિવ ઝોનની શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા ઈકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં આવતી શાળાઓ અને સ્થાનિક સમુદાયના ઉત્કર્ષ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે શાળાઓમાં આર.ઓ. પ્લાન્ટ સાથેના વોટર કૂલર અને રમત-ગમતના સાધનોની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બરડા અભયારણ્યમાં સિંહોનું પુનઃસ્થાપન એ કુદરતી સંતુલન જાળવવાની દિશામાં એક મોટી સિદ્ધિ છે. હાલમાં બરડામાં 17 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે, જે આ વિસ્તારની સમૃદ્ધ જૈવવિવિધતાનું પ્રતીક છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે પરંતુ આપણે પ્રકૃતિને કશું આપી શકતા નથી ત્યારે આપણે માત્ર પ્રકૃતિનું જતન કરીએ એ પણ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટું યોગદાન સાબિત થશે. તેમણે વન વિભાગ અને વન કર્મીઓની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે જે જંગ વિસ્તાર બચ્યો છે તેમના થકી જ છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વન વિભાગ દ્વારા માત્ર વન્યજીવો જ નહીં, પરંતુ વન વિસ્તારના બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાઓમાં રમતગમતના સાધનો, આરો પ્લાન્ટ અને વોટર કુલર જેવી પાયાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. અંતમાં, તેમણે પ્રકૃતિના ઋણનો સ્વીકાર કરતા દરેક નાગરિકને વ્યક્તિદીઠ ઓછામાં ઓછા 6 વૃક્ષો વાવવાનો અને પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પર્યાવરણની સુરક્ષામાં સહભાગી થવાનો ભાવભર્યો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના વિવિધ ગામોમાં નવા મંજૂર ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં વિઝરાણા સહિતના ૫ ભવનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે બાબુ બોખીરીયાએ આધુનિક ટેકનોલોજી અને AI થી સજ્જ પંચાયત કચેરીઓ બનાવવાનો અનુરોધ કર્યો, જેથી ગ્રામજનોને સરકારી કામો માટે કલેક્ટર કે મામલતદાર કચેરી સુધી ધક્કા ન ખાવા પડે.

તેમણે પંચાયત ભવનના નિર્માણ માટે વસ્તી મુજબ મળતી ગ્રાન્ટ ઉપરાંત, જરૂર પડ્યે સહાય આપવાની ખાતરી આપી હતી. તેમણે વૃક્ષો વાવવા તેમજ વૃક્ષો થકી પર્યાવરણને થતા ફાયદાઓ અંગે માહિતીગાર કર્યા હતા.

આ તકે ડીસીએફ ચિરાગ ચડગુડે દ્વારા જણાવ્યું હતું કે, ઈકો ડેવલપમેન્ટ યોજના હેઠળ પૂરી પાડવામાં આવતી આ સુવિધાઓ માત્ર સાધન નથી, પરંતુ તે લોકોના જીવન સ્તરને સુધારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. શુદ્ધ પાણીના અભાવે થતી બીમારીઓ અટકાવવા અને વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે આ યોજના અત્યંત કારગત નીવડશે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, બરડા અભયારણ્ય આપણી કુદરતી સંપત્તિ છે. અહીં વસતા લોકોનું જીવન સુખાકારી બનશે ત્યારે જ તેઓ પર્યાવરણ પ્રત્યે વધુ જવાબદાર બની શકશે. ઈકો ડેવલપમેન્ટ યોજના અંતર્ગત સામૂહિક વિકાસના કામોની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સાથોસાથ વ્યક્તિગત લાભાર્થીઓને સુતારી કામ, કડિયા કામ અને દરજી કામ જેવી વિવિધ રોજગારલક્ષી તાલીમ અને સાધનોની સહાય પણ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક રામ રતન નાલા, જૂનાગઢ ડીસીએફ પ્રશાંત તોમર, રામદેભાઈ મોઢવાડિયા, વિરમભાઇ કારાવદરા, આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ફેડરેશનના ડિરેક્ટર સામતભાઇ ઓડેદરા, કેશુભાઈ, વિગનભાઈ બોખીરીયા, પ્રતાપભાઇ કેશવાલા સહિત સ્થાનિક આગેવાનો, સ્થાનિક સરપંચઓ, વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande