સાવરકુંડલાના થોરડી ગૌશાળામાં જ્યસુખ માલાણી દ્વારા ઘાસચારાનું દાન
અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લો માનવતા અને જીવદયા જેવા સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ રહ્યો છે. તેવી જ એક સુંદર સેવાભાવનાનું ઉદાહરણ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે જોવા મળ્યું હતું, જ્યાં ગૌસેવા માટે મહત્વપૂર્
સાવરકુંડલાના થોરડી ગૌશાળામાં જ્યસુખભાઈ માલાણી દ્વારા ઘાસચારાનું દાન


અમરેલી, 01 એપ્રિલ (હિ.સ.) :

અમરેલી જિલ્લો માનવતા અને જીવદયા જેવા સેવાકીય કાર્યોમાં હંમેશા આગળ રહ્યો છે. તેવી જ એક સુંદર સેવાભાવનાનું ઉદાહરણ સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલી થોરડી ગૌશાળા ટ્રસ્ટ ખાતે જોવા મળ્યું હતું, જ્યાં ગૌસેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે.

થોરડી ગૌશાળામાં ગૌમાતાની સેવા માટે જ્યસુખભાઈ લાલજીભાઈ માલાણી દ્વારા એક સનેડો ભરીને નીરણ (ઘાસચારો) અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઘાસચારો ગૌશાળામાં રહેલી ગાયો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ગૌસેવા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આવા સેવાકીય કાર્યો સમાજને સકારાત્મક દિશામાં પ્રેરિત કરે છે.

આ પ્રસંગે ગૌશાળા ટ્રસ્ટના સંચાલકોએ જ્યસુખભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આવા દાતાઓના સહયોગથી ગૌશાળાનું સંચાલન સરળ બને છે. સાથે જ, અન્ય લોકોને પણ ગૌસેવામાં જોડાવા માટે પ્રેરણા મળે છે. આવો સેવાભાવ સમાજમાં માનવતા અને કરુણાની ભાવના જીવંત રાખે છે અને ગૌમાતાની સેવા દ્વારા સકારાત્મક સંદેશ પ્રસારે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande