
ગીર સોમનાથ, 1 એપ્રિલ (હિ.સ.) : ગીર સોમનાથ નજીક રામપરા ગામ પાસે આવેલ આણદપરા ગામે રામદેવપીરનો મંડપ મહોત્સવ ઊજવાયો હતો. બુધવારે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ખડો કરવામાં આવેલ હતો. આ પ્રસંગે રાત્રીના સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને મેળાનું આયોજન કરવામાં આવેલ હતુંં તેમજ વહેલી સવારે રામદેવપીરનો મંડપ ખડો કરવામાં આવેલ. જ્યારે મંડપ ઊભો થયેલ ત્યારે ભક્તો એ રામદેવપીર મહારાજ ના જય ધોષ બોલાવ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયેલ હતુંં
--------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ