સુત્રાપાડા ખાતે સ્વ.ભરત બારડના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ 2026 ની ફાઈનલ યોજાઈ
ગીર સોમનાથ, 01 એપ્રિલ (હિ.સ.) : સુત્રાપાડા ખાતે સ્વ.ડો. ભરત બારડના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ 2026 ના મેગા ફાઈનલ પ્રસંગે સુત્રાપાડા ખાતે ખેલાડીઓને સાથે રાખીને આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. સુત્રાપાડા શહેરની
ગીર સોમનાથ  સુત્રાપાડા ખાતે સ્વ.ડો.ભરત બારડ ના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ


ગીર સોમનાથ, 01 એપ્રિલ (હિ.સ.) : સુત્રાપાડા ખાતે સ્વ.ડો. ભરત બારડના સ્મરણાર્થ સુત્રાપાડા નાઈટ ટુર્નામેન્ટ 2026 ના મેગા ફાઈનલ પ્રસંગે સુત્રાપાડા ખાતે ખેલાડીઓને સાથે રાખીને આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. સુત્રાપાડા શહેરની 24 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો ફાઈનલ વિજેતા ટીમ શિવમ ઇલેવન અને રનર્સ- ટીમ સોમનાથ જ્વેલર્સને ઇનામ થી પ્રોત્સાહિત કરવામાં આવી. સુત્રાપાડા યુવા ખેલાડી ઓક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સામાજિક એકતાને રંગે રંગાશે તેમાં ઉપસ્થિત ગિરસોમનાથ જીલ્લા ભાજપના આગેવાનઓ સુત્રાપાડા શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનઓ તથા હોદ્દેદારો સહિત ક્રિકેટપ્રેમીઓએ હાજરી આપી હતી.

ક્રિકેટ મેચ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સમયપાલન, ખેલાડીઓ માટેની સુવિધાઓ, દર્શકો માટેની વ્યવસ્થા અને આયોજનમાં શિસ્તપૂર્ણ વ્યવહાર જોવા મળ્યો. આયોજકોના પ્રયત્નોથી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું અને તમામ ટીમો તથા ઉપસ્થિત લોકો માટે યાદગાર બની રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande