વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત
પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાની વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામોમાં આધુનિક ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત.


વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત.


પોરબંદર, 01 એપ્રિલ (હિ.સ.) : વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાની વિશેષ ઉપસ્થિતિમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ ગામોમાં આધુનિક ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી તમામ પાયાની સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે અને આ નવા ભવનોના નિર્માણથી ગ્રામ્ય સ્તરે વહીવટી કામગીરી વધુ સુદ્રઢ, પારદર્શક અને ઝડપી બનશે.

'ડિજિટલ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરતા તેમણે ઉમેર્યું હતું કે, હવે આવકના દાખલા અને જાતિના દાખલા સહિતની 20 થી વધુ મહત્વની સેવાઓ ગ્રામ પંચાયતમાં વી.ઈ.સી. (VCE) મારફત અથવા ઘર બેઠા મોબાઈલ દ્વારા ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રામજનોએ સામાન્ય કામ માટે મામલતદાર કચેરી કે જન સેવા કેન્દ્રોના ધક્કા ખાવા પડશે નહીં.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ સમગ્ર પોરબંદર જિલ્લામાં ચેકડેમ, મજબૂત રોડ-રસ્તા અને વોકળાના નવીનીકરણ સહિતના અનેક વિકાસલક્ષી કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ અનેક મોટા પ્રોજેક્ટ્સ સાકાર થશે, જેના કારણે આ સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલાઈ જશે અને સુવિધાઓની દ્રષ્ટિએ આ પંથક વધુ આધુનિક અને સમૃદ્ધ બની જશે.

તેમણે પર્યાવરણની જાળવણી અને વિકાસના કાર્યોમાં લોકભાગીદારી વધારવા પર ભાર મૂકતા ગ્રામજનોને ગામના સર્વાંગી ઉત્કર્ષમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયાએ જણાવ્યું હતું કે, પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના સતત પ્રયાસો અને સચોટ રજૂઆતોને પરિણામે આજે પોરબંદરના વિકાસમાં કોઈ કમી રહી નથી. છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી અને નાગરિકોની સુખાકારીમાં સતત વધારો થાય તેવા જનહિતલક્ષી કાર્યો કરવા એ જ વર્તમાન રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

ખેડૂતોના હિત અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, સરકારની દીર્ઘદ્રષ્ટિવાળી અને વિકાસલક્ષી નીતિઓના કારણે આજે ખેતી ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. કુદરતી પરિબળો જેમ કે વરસાદની અનિશ્ચિતતા હોય કે જમીનના ભાવોમાં થતી વધ-ઘટ, સરકારની વિવિધ સહાયકારી યોજનાઓને લીધે આજે જગતનો તાત સુરક્ષિત અનુભવે છે અને તેના પર આર્થિક બોજ પડતો નથી.

વર્તમાન ટેકનોલોજીના યુગ વિશે મક્કમતાપૂર્વક જણાવતા તેમણે ઉમેર્યું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પરંતુ તે ક્યારેય ખેડૂતની મહેનત અને રોજગારીનું સ્થાન લઈ શકશે નહીં. ખેતી એ પરસેવાની મૂડી છે, જેમાં માનવીય સ્પર્શ અને કુદરત સાથેનો નાતો અનિવાર્ય છે, જે કોઈ મશીન છીનવી શકે નહીં.આ કાર્યક્રમ અંતર્ગત ભોમીયાવદર ખાતે સીમર, ભેટકડી અને ભોમીયાવદર વિસ્તાર માટેની ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત થયા હતા. ત્યારબાદ મજીવાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે કુણવદર, સોઢાણા, શીશલી અને મજીવાણા વિસ્તારની પંચાયતોના ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.

ટુકડા (મી) ખાતે હોળી ચકલા પાસે મીયાણી, વડાણા અને ટુકડા (મી) વિસ્તાર માટેના આધુનિક ગ્રામ પંચાયત ભવનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ વિંજરાણા ખાતે લીરબાઈ માતાજીના મંદિરે બોરીચા, કાટવાણા, ગોઢાણા, બખરલા અને વિંજરાણા વિસ્તારની ગ્રામ પંચાયતોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અગ્રણી રામદેભાઈ મોઢવાડિયા, વિરમભાઇ કારાવદરા,આવડાભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ફેડરેશનના ડિરેક્ટર સામતભાઇ ઓડેદરા, કેશુભાઈ, વિગનભાઈ બોખીરીયા, પ્રતાપભાઇ કેશવાલા સહિત સ્થાનિક આગેવાનો, સ્થાનિક સરપંચઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande