જૂનાગઢ ખાતે ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે નિશુલ્ક ૭ દિવસીય એડવેન્ચર કોર્ષનુ આયોજન
જુનાગઢ 1 એપ્રિલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા. ૦૯/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે. જેમા વય
જૂનાગઢ ખાતે ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે નિશુલ્ક ૭ દિવસીય એડવેન્ચર કોર્ષનુ આયોજન


જુનાગઢ 1 એપ્રિલ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સનું આયોજન તા. ૦૯/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે.

જેમા વય મર્યાદા ૦૮ થી ૧૩ વર્ષ છે. આ કોર્ષનો સમયગાળો ૦૭ દિવસ રહેશે. શીબીરાર્થીઓ તા. ૦૮/૦૫/૨૦૧૩ થી ૦૮/૦૫/૨૦૧૮ ની વચ્ચે જન્મેલા હોવા જોઈએ,તે સિવાયના શિબીરાર્થીઓનું અરજી ફોર્મ માન્ય ગણાશે નહી. આ અંગેનુ નિયત ફોર્મ face book page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તા. ૧૮/૦૪/૨૦૨૬ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ, જૂનાગઢ-૩૬૨૦૦૨ ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફત જ મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અને અધુરી વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ. વધુ માહિતી માટે ઓફિસ નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande