
જુનાગઢ, 1 એપ્રિલ (હિ.સ.) : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિશપાલજીના માર્ગદર્શન હેઠળ બાંટવા ગામની કન્યા વિનય મંદિર, માણાવદર રોડ જીઈબી ઓફિસ સામે બાંટવા ખાતે યોગ સંવાદ અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઝોન કોઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કોઓર્ડીનેટર જયંતિ કાછડીયા તેમજ યોફગ કોચ જીજ્ઞાબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આવતા મહિનામાં યોજાનારા સમર કેમ્પ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તા. ૨૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે માહિતી આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા જીવનમાં પોઝિટિવિટી કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે વિવિધ યોગ આસનો અને એક્ટિવિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓમાં ખાસ ઉત્સાહ અને ઉર્જા જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ